છે જનમ તો શરીરનો, આત્મા આવી એમાં તો વસે છે
મરણ તો છે શરીરનું, વિદાય આત્મા એમાંથી તો લે છે
બંધાઈ વાસનાઓથી આત્મા, ફરતો ને ફરતો તો રહે છે
કરવા પૂરી તો વાસનાઓ, નિતનવા દેહોમાં ફરતો રહે છે
તોડી ના શક્યો જ્યાં આ શૃંખલા, ફરી-ફરી દેહ લેતો રહ્યો છે
કરવા એક વાસના તો પૂરી, બીજી અનેક ઊભી કરતો રહ્યો છે
કરવા વાસના પૂરી, કંઈક સાચું ને કંઈક ખોટું કરતો રહ્યો છે
ના અટકી, અટકાવી શક્યો, આ વિધિ કરતો ને કરતો રહ્યો છે
જાગે ના પ્રભુમિલનની વાસના હૈયે, વાસના બીજી તો ફેરવતી રહે છે
એના દર્શન વિના, એના મરણ વિના, તો એ તો કદી શમે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)