સાધનાએ-સાધનાએ રહી છે સાધના, સહુની તો જુદી રે
પ્રકૃતિએ-પ્રકૃતિએ રહી છે સાધના, તો સદા જુદી રે
અપનાવી ના પ્રકૃતિને અનુકૂળ સાધના, મુસીબતો થાયે ઊભી રે
ભાવનાભર્યું હૈયું તો ના જ્ઞાન પાછળ, જઈ રે શકે દોડી રે
જ્ઞાનમય બુદ્ધિ શકે ના ભાવને તો અપનાવી રે
ઊલટી-સૂલટી સાધના, જીવનમાં રહે ગૂંચવણો તો ઊભી કરતી રે
અનુકૂળ સાધના તો, પહોંચાડશે દ્વારે તો પ્રગતિના રે
પહોંચે જ્યાં સાધના પૂર્ણતાની આરે, સાધના થાયે ત્યાં ભેગી રે
હરેક સાધનાથી પ્રભુ મળ્યાના દાખલા તો જગમાં મળે છે રે
તારી પ્રકૃતિને અનુકૂળ સાધના લેજે તો તું સ્વીકારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)