જીવતાં તો જેને માન દીધાં નહિ, મરતાં તો કરી એને સલામ, સલામ
જીવનભર તો આંખ જેની લડતી રહી, મરતાં કર્યા એને તો પ્રણામ
જીવતાં તો આંખમાં વસાવી ના શક્યા, મરતાં આંખથી આંસુ શાને વહાવ્યાં
જીવનભર તો મળતા રહ્યા ગાળોના હાર, મરતાં તો મળી ગયા ફૂલતણા હાર
પૂજન જીવનમાં તો ના થયું, મરતાં તો ફૂલ ને કંકુએ નહાય
દીધો કે ના દીધો સાથ તેં કોઈને, અન્યના સાથે તો તું સ્મશાને જાય
આદત તો તારી બોલવાની ભૂલી, અંતે મૌન તો તું થઈ જાય
જીવનભર આંખથી નીરખ્યું જગને, હવે તારી આંખને નીરખે સહુ ત્યાં
અન્યના શબ્દોથી તો તું ભડકતો, હવે ભડકી ના શકે તું જરાય
શાંતપણાનાં લક્ષણ ભલે દેખાય, પણ મરેલો તો તું ગણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)