લેવી છે મારે તો જ્યાં, મારે મારી સાથે તો મુલાકાત રે
મળવું છે મારે તો જ્યાં, એકલા તો મારે મારી જાતને રે
ચાલશે ના હાજરી તો ત્યાં, એમાં તો અન્ય કોઈની રે - મળવું...
પડશે તો કાઢવી ફુરસદ તો જ્યાં, બધા કામમાંથી રે - મળવું...
પડશે અટકાવવા અન્યને આવતા તો ત્યાં, એની પાસે રે - મળવું...
પડશે રોકવા અન્યની પાસે તો એને જાતાં રે - મળવું...
પડશે તો પૂછવા તો ત્યાં, પહેલાં તો ખબરઅંતર રે - મળવું...
પડશે કરવી એની સાથે તો ત્યાં, પૂરી ઓળખાણ રે - મળવું...
થાશે ઊંચોનીચો, પાછો ત્યાંથી તો છટકવા રે - મળવું...
દેજે રે બાંધી એને તો ત્યાં, તારી વાત-વાતમાં રે - મળવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)