સુખની પળો તો સરકતી ગઈ, દુઃખની યાદ ભુલાવતી ગઈ
સુખના સ્વાદમાં તો દુઃખની તૈયારી ત્યાં તો રહી ગઈ
મળ્યું ધબકતું જીવન તો જ્યાં, વાસ્તવિકતા મરણની ભુલાઈ ગઈ
જીવન તો સરકતું ને સરકતું રહ્યું, મરણની તૈયારી તો ના થઈ
આશાઓ ને વાસનાઓ તો ના છૂટી, વધતી ને એ વધતી ગઈ
સમજાયું ના મનમાં, કેમ ને ક્યારે, મજબૂત એ બાંધતી ગઈ
મળ્યું પ્રારબ્ધથી તન તો જ્યાં, કર્મની ગતિ તો ના અટકી ગઈ
મન બંધાતું રહ્યું જ્યાં કર્મમાં, ફેરા જનમના નક્કી એ કરતી ગઈ
પળની પળ તો એમ વેડફાતી ગઈ, પ્રભુ દર્શનની તૈયારી ના થઈ
જીવનની કમાણી જીવનમાં રહી, ખાલી હાથ રાખતી એ તો ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)