તક તો જીવનમાં પ્રભુએ, સહુને તો છે દીધી (2)
કોઈએ સરળતાથી એને ઝડપી, કોઈના હાથમાંથી તો ગઈ એ સરકી - તક...
નિર્ણયમાં તો જ્યાં વાર લાગી, ગઈ હાથમાંથી ત્યાં તો એ સરી - તક...
સંજોગે-સંજોગે કદી ફરી થાતી ઊભી, રાખ ઝડપવાની એને, તો તૈયારી - તક...
ગજાબહારની દોટ તો જ્યાં મૂકી, હાથમાંથી જાય, ત્યાં તો એ છટકી - તક...
જાય જ્યાં એ તો હાથમાંથી છટકી, અફસોસ હૈયે જાય એ તો ધરી - તક...
ઝડપી તક તો જેણે જીવનમાં, નિતનવી દિશા એને તો મળી - તક...
તક તો જીવનમાં રહેશે મળતી, પડશે રે જોવું, જાય ના એ સરકી - તક...
ઝડપતાં તકને જાશે જે શીખી, જાશે શિખર પર એ તો પહોંચી - તક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)