Hymn No. 3140 | Date: 10-Apr-1991
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
śānē āvyō chē, tuṁ rē jagamāṁ, kara vicāra jarā, ā tō manavā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-04-10
1991-04-10
1991-04-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14129
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
વિતાવવું છે જીવન તો શું, બસ ખાવા ને પીવામાં રે, મનવા કર વિચાર આ તો જરા
રહેવું છે રે શું જીવનભર, ક્રોધ ને વેરની આગમાં રે મનવા, કર વિચાર આ તો જરા
સંબંધ અન્ય સાથે શાને બાંધવા કે બગાડવા રે મનવા, કર વિચાર આ તો જરા
શાને કાજે દુઃખી થયો, સુખી શાને કાજે રહીશ રે મનવા, કર વિચાર આ તો જરા
આવ્યો, રહીશ કેટલા દહાડા કે લઈ જઈશ સાથે શું રે મનવા, કર વિચાર આ તો જરા
જગ છે સાચું, જીવન છે સાચું, કે તું છે સાચો રે મનવા, કર વિચાર આ તો જરા
તર્ક-વિતર્કો છે સાચા, લાગણી સાચી, કે ભાવો રે સાચા રે મનવા, કર વિચાર આ તો જરા
દેખાય છે, છે એ સાચું, કે નથી દેખાતું, છે એ સાચું રે મનવા, કર વિચાર આ તો જરા
છે પ્રભુ તો સાચા, તારા સંબંધ છે એના કેવા રે મનવા, કર વિચાર આ તો જરા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śānē āvyō chē, tuṁ rē jagamāṁ, kara vicāra jarā, ā tō manavā
vitāvavuṁ chē jīvana tō śuṁ, basa khāvā nē pīvāmāṁ rē, manavā kara vicāra ā tō jarā
rahēvuṁ chē rē śuṁ jīvanabhara, krōdha nē vēranī āgamāṁ rē manavā, kara vicāra ā tō jarā
saṁbaṁdha anya sāthē śānē bāṁdhavā kē bagāḍavā rē manavā, kara vicāra ā tō jarā
śānē kājē duḥkhī thayō, sukhī śānē kājē rahīśa rē manavā, kara vicāra ā tō jarā
āvyō, rahīśa kēṭalā dahāḍā kē laī jaīśa sāthē śuṁ rē manavā, kara vicāra ā tō jarā
jaga chē sācuṁ, jīvana chē sācuṁ, kē tuṁ chē sācō rē manavā, kara vicāra ā tō jarā
tarka-vitarkō chē sācā, lāgaṇī sācī, kē bhāvō rē sācā rē manavā, kara vicāra ā tō jarā
dēkhāya chē, chē ē sācuṁ, kē nathī dēkhātuṁ, chē ē sācuṁ rē manavā, kara vicāra ā tō jarā
chē prabhu tō sācā, tārā saṁbaṁdha chē ēnā kēvā rē manavā, kara vicāra ā tō jarā
|