તને આવડ્યું નહિ, તું શીખ્યો નહિ, દોષ એમાં અન્યનો તું કાઢતો નહિ
જોઈતું હતું તો તારે, કરવી પડશે મહેનત તારે, આ તું ચૂકતો નહિ
ફરતું ને ફરતું રાખ્યું ચિતડું તેં, કરી નડતર ઇચ્છાની ઊભી તો તેં
આળસને ઉત્તેજન દીધું તો તેં, મહેનત તો ના લીધી તો તેં
ખોટી ગણતરીમાં રાચ્યો જ્યાં તું, પારખ્યો ના સમયને તો તેં
સહનશક્તિ તારામાં નથી, કોઈનું ચલાવી તું શકતો નથી
તારી વૃત્તિનો ભોગ તું બનતો રહ્યો, કાબૂ તારો તારા પર તો નથી
સાચું તું સમજ્યો નથી, સમજવાની કોશિશ તો તેં કરી નથી
કોઈનો તું બની શક્યો નથી, કોઈને પોતાના બનાવી શકતો નથી
સ્વાર્થ તું તો છોડી શકતો નથી, હૈયેથી અપેક્ષા તો છૂટતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)