ચડતી-પડતી જીવનમાં તો આવે રે પ્રભુ, તારામાં પડતી આવતી નથી
ભાવોમાં ચડતી-પડતી તો આવે રે પ્રભુ, તારા ભાવોમાં પડતી આવતી નથી
સુખદુઃખમાં પડતી તો આવે રે પ્રભુ, તારી કૃપામાં પડતી તો આવતી નથી
સાથ ને સાથીદારોમાં પડતી આવે રે પ્રભુ, તારા સાથમાં પડતી તો આવતી નથી
રાજ ને રાજ્યોમાં ચડતી-પડતી આવે રે પ્રભુ, તારા રાજમાં પડતી તો આવતી નથી
તનની શક્તિમાં ચડતી-પડતી આવે રે પ્રભુ, તારી શક્તિમાં પડતી તો આવતી નથી
સાગરમાં તો ચડતી-પડતી આવે રે પ્રભુ, તારામાં તો પડતી આવતી નથી
ધનદોલતમાં ચડતી-પડતી આવે રે પ્રભુ, તારી દોલતમાં પડતી આવતી નથી
જગમાં તો ચડતી-પડતી આવે રે પ્રભુ, તારી વિશાળતામાં પડતી આવતી નથી
જીવનમાં હર તેજમાં ચડતી-પડતી આવે રે પ્રભુ, તારા તેજમાં પડતી આવતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)