રાખીશ ને રહેજો રે વહાલા, પ્રેમથી તમે તો મારા હૈયામાં
ખોવો નથી, મહામૂલો સમય મારે તો વહાલા, ખાલી વાતોમાં
નહાવું નથી, મારે રે વહાલા, તારી તો જગ દોલતમાં
નવરાવજે રે પ્રભુ, સદા મને તો, તારી પ્રેમની ધારામાં
કરવી છે શું મારે રે પ્રભુ, નાખજે ના મને રે તારી માયામાં
રોકીને ઊભી છે, તોય રે વહાલા, એ તો મારા આંગણિયામાં
આંખ સામે રે વહાલા, નાચે રે માયા, પડવું નથી મારે એમાં રે વહાલા
જોઈ રહ્યો છું રે રાહ, એ દિનની રે વહાલા, રહેશે ક્યારે તું મારા નયનોમાં
હતું એ તો કહી દીધું રે વહાલા, હતું બધું જે, મારા રે મનમાં
રાખીશ ને રહેજો રે વહાલા, પ્રેમથી, તમે તો મારા હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)