રહ્યો છે વાદળને ફેરવતો ને ફેરવતો, એ તો હવા ને હવા છે
ઉખેડતો રહ્યો છે ઝાડ ને ઝાંખરાંને, એ તો તોફાનની હવા ને હવા છે
રહે બદલાતા વિચારો ને વિચારો, એ તો એની હવા ને હવા છે
જમાના તો રહ્યા છે બદલાતા, એ તો જમાનાની હવા ને હવા છે
ધનદોલતનું તો અભિમાન ચડે, એ તો દોલતની હવા ને હવા છે
ચડે જ્યાં નશો સફળતાનો હૈયે, એ તો સફળતાની હવા ને હવા છે
સાનભાન જાશે ભુલાઈ તો ક્રોધમાં, એ તો એની હવા ને હવા છે
પ્રેમમાં જઈશ ભૂલી તું તો તને, એ તો એની હવા ને હવા છે
સત્ય કાજે, પડશે કરવો સામનો જીવનમાં, એ તો એની હવા ને હવા છે
મૂંઝાયેલું મન, કરશે ભૂલો તો જીવનમાં, એ તો એની હવા ને હવા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)