તને અન્ય તો, પ્રિય જેમ લાગ્યું છે, અન્યને પ્રિય તું ભી તો લાગે છે
અપ્રિયમાં ભી અપ્રિય, જગમાં કોઈને તો પ્રિય લાગ્યું છે
દેખાય છે જગમાં, સંતાન સહુનું, સહુને તો પ્રિય લાગ્યું છે
છે સંતાન તું તો પ્રભુનું, હૈયું પ્રભુનું, નિષ્ઠુર તો ના બન્યું છે
મીઠાશની મીઠાશ, સહુને જગમાં મીઠી તો લાગી છે
કડવાશની મીઠાશ, જગમાં કોઈકે તો મહાણી છે
કોઈને રાત તો વહાલી લાગી છે, કોઈને દિનની કમી વરતાણી છે
મન સહુને પોતાનાં, જગમાં પ્રિય લાગ્યાં છે
અસર અન્યના મનની, સહુ જગમાં, અનુભવતા આવ્યા છે
મેળવવા મીઠાશ તો સહુનાં હૈયાંની, પ્રભુએ સહુનાં હૈયાંમાં છુપાવું પડ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)