રહ્યાં આવતાં ને આવતાં, ભરતી ને ઓટ જીવનમાં, રહ્યાં આવતાં ને આવતાં
કદી સુખની તો ભરતી લાવ્યા, કદી દુઃખની ઓટમાં તો ડુબાડ્યા
કદી આનંદની ભરતી તો ઊછળી, કદી ઉદ્વેગની ઓટમાં તો તણાયા
કદી વેરઝેરની ભરતી તો ઊમટી, કદી ઈર્ષ્યાની ઓટમાં તો તણાયા
કદી પ્રેમની ભરતીના પૂરમાં રહ્યા, કદી ઉદાસીની ઓટમાં તો ખેંચાયા
કદી સુખદ સંજોગોની ભરતી આવી, કદી વિપરીત સંજોગોની ઓટમાં તણાયા
કદી લક્ષ્મીની ભરતી આવી, કદી ગરીબીની ઓટનાં તો દર્શન થયાં
કદી ઉમંગની ભરતી તો જાગી, કદી નીરસતાની ઓટમાં તો તણાયા
કદી યાદની ભરતી તો જાગી, કદી વિસ્મૃતિની ઓટમાં તો તણાયા
કદી જાગૃતિની ભરતી તો આવી, કદી મોહની ઓટમાં તો તણાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)