મળ્યા નિકટથી જીવનમાં તો જેને, આવશે યાદ એ તો કદી ન કદી
બનશે અઘરું, દેવી મિટાવી યાદ, મળ્યા એક વાર તો જેને હૈયેથી
છે લહાવો જવું તો ડૂબી યાદમાં, ના મળી શક્યા જેને ઘણા સમયથી
જવાશે ભૂલી સંજોગો ને અંતર, હશે યાદ હૈયામાં તો જેની ભરી-ભરી
મળી જાય જીવનમાં તો જે ફરી, થઈ જાય યાદ ફરી એની તો ઊભી
વિયોગમાં ભી તો જીવનમાં, કરી જાય છે યાદો એની તો ઊભી
બને પ્રસંગો ઊભા એવા તો જીવનમાં, રાખે યાદો એની તો તાજી
પ્રસંગો સાથે એકરૂપ બન્યા, રહેશે આવતી ને આવતી યાદો તો એની
યાદો વેરની ભી, છોડી જાશે યાદો એની તો જુદી ને જુદી
મળ્યા નિકટથી જીવનમાં તો જેને, આવશે યાદ એની તો કદી ન કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)