કરતો ને કરતો રે પ્રભુ, તને પ્યાર તો કરતો જાઉં છું
તારા પ્યાર વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી
લેતો ને લેતો રે પ્રભુ, તારું નામ હું તો લેતો જાઉં છું
તારા નામ વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી
કરતો ને કરતો રે પ્રભુ, યાદ તને તો હું કરતો જાઉં છું
તારી યાદ વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી
કરતો ને કરતો રે પ્રભુ, તારા વિચાર તો હું કરતો જાઉં છું
તારા વિચાર વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી
લેતો ને લેતો રે પ્રભુ, શ્વાસ જગમાં હું તો લેતો જાઉં છું
તારા નામ વિનાના શ્વાસ રે પ્રભુ, જગમાં શ્વાસ બીજા મને ગમતા નથી
ફેરવતો ને ફેરવતો રે પ્રભુ, નજર હું તો ફેરવતો જાઉં છું
તારા દર્શન વિના રે પ્રભુ, જગમાં નજરને બીજું કાંઈ ગમતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)