હતું મારું તો શું, કે તેં પ્રભુ એ તો લઈ લીધું
તારું હતું તો બધું, ભલે તેં એ તો લઈ લીધું
ના જોઈએ બદલો તો એને, દઈશ જે, મારે છે સ્વીકારી તો લેવું
દઈ-દઈ, પ્રભુ તેં તો ભરી દીધું હતું તો બધું
લઈ-લઈ, પ્રભુ તે જ તો, ખાલી કરી એને તો દીધું
કર્યો ઉપયોગ, કદી સાચો કદી ખોટો, મમત્વ બાંધી તો લીધું
લાવવા ઠેકાણે સમજ મારી, પાછું તેં એ તો લઈ લીધું
કૃપાથી દીધું, કરી ના કિંમત, એવું તો તેં કેમ દઈ દીધું
નથી કાંઈ માગવું, છો દેનારા, દેશો તો મારે લઈ લેવું
લેજો ભલે બધું, યાદ સિવાય, લેજો તમે તો બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)