આવી-આવી નજરમાં, ક્ષિતિજમાં પાછી એ ઓગળી જાય છે
ક્ષિતિજમાંથી તો પાછું, નવું ને નવું તો આવી જાય છે
સમાઈ ગઈ જે યાદો ક્ષિતિજમાં, યાદો નવી બહાર આવી જાય છે
ન ધાર્યું, ના ચિંતવ્યું, એ ભી તો બહાર આવી જાય છે
સમાયું છે શું, ને શું નથી સમાયું એમાં, ના એ તો કહી શકાય છે
યુગો-યુગોની સ્મૃતિ પણ, અકબંધ ત્યાં તો જળવાઈ જાય છે
ગોતવો હશે ખુદનો પણ ભૂતકાળ, ત્યાંથી એ તો મળી જાય છે
મિલન પ્રભુનું પણ, અચાનક ત્યાં તો થઈ જાય છે
વિસ્મૃતિ ને યાદોનું મિલન ભી ત્યાં તો થઈ જાય છે
નિવૃત્તિ ને પ્રવૃત્તિનું ભી છે મિલન, ત્યાં બંને તો સમાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)