છીએ અમે તારા બાળુડા રે માડી, છીએ અમે તારા દિલમાં તો વસનારા
રહ્યા છીએ તને તો શોધતા રે માડી, છીએ અમે તને સદા તો શોધનારા
જગની ઉપાધિમાં રહ્યા છીએ ફરતા ને ફરતા, રહ્યા છો કરતા સદા તમે રખવાળા
સીમિત બુદ્ધિમાં રહ્યા છીએ અટવાતા, છીએ તને સમજવાને મથનારા
અહંતણા ઉછાળા હૈયે ઊછળે રે માડી, છીએ અમે તો અહંમાં રાચનારા
કરીએ કોશિશો જીવનમાં ઘણી, છીએ અમે નિરાશામાં તો ડૂબનારા
જીવનમાં ચાહીએ અમે તો ઘણું-ઘણું, છીએ અમે તને તો ચાહનારા
ધ્યાન રાખે સદા તું તો અમારું, રહેવું છે તારા ધ્યાનમાં તો રહેનારા
કરવાં છે કર્મો સદા તને પામવા, રહેવું છે સદા એવાં કર્મો કરનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)