રે મારાં નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે
તારી હરેક ઇચ્છાઓ ને આશાઓ માડી, મારે તો પૂરી કરવી છે
તારા સાથમાં ને સાથમાં રે માડી, જીવનમાં કર્મો તો કરવાં છે
સુખદુઃખને તો સદા ભુલાવી રે માડી, યાદો તારી હૈયામાં તો ભરવી છે
જાવું ક્યાં રે માડી, કરવું શું રે માડી, નક્કી તને તો કરવા દેવું છે
તારી દૃષ્ટિથી જગમાં રે માડી, જગને તો સદા નીરખવું છે
તારા ભાવોથી રે માડી, જગમાં મને સદા તો રહેવું છે
રહીને, રાખીને તને સાથે રે માડી, એકરૂપ મને તો થાવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)