રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા, એના વિના મને તો ચાલતું નથી
મળ્યા પહેલાં ચલાવ્યું એના વિના, વાત ત્યાં તો આ કંઈ ટકતી નથી
હર ચીજ જીવનમાં મળતી રહે, જાતી રહે, ચલાવ્યું પહેલાં, ચલાવ્યા વિના રહેવાના નથી
શીખ્યા બોલતા, બોલ્યા વિના રહ્યા નથી, શીખ્યા પહેલાં, બોલ્યા વિના રહ્યા નથી
પડતી રહી આદતો જીવનમાં, પડ્યા વિના રહી નથી, છૂટતી નથી હવે, એના વિના હવે ચાલતું નથી
રહ્યા ચલાવતા તો જીવનમાં તો કંઈકના વિના, લાગે તોય કે, એના વિના ચાલતું નથી
ચલાવતા રહ્યા જીવનમાં આપણે જેના, ના ચલાવી શકે જીવનમાં કંઈક એના વિના
ચલાવી નથી શકાતું જગમાં જેના વિના, કોઈ કહેતું નથી એના વિના મને ચાલતું નથી
જીવી ના શકે જગમાં પ્રાણ વિના, કોઈ બોલતું નથી, એના વિના મને ચાલ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)