નથી તન ભી તો તારું રહેવાનું, પડશે એને ભી તો છોડવાનું
સમજ જીવનમાં તો જરા, જીવનમાં તો કોણ છે રે તારું
નથી મનનું તો કોઈ ઠેકાણું, માન્યું નથી જ્યાં એને તો તારું
સાથ ને સાથીદારો પડશે રે છૂટા, ના છેવટ સુધી તો કોઈ સાથે આવવાનું
મળ્યા જ્યાં ભેગા, થાશે એ તો છૂટા, છેવટ સુધી સાથ નથી નિભાવી શકવાનું
માગ્યું નથી દઈ શકવાનું, માગ્યું નથી જીવનમાં, બધું મળી જવાનું
કરી કોશિશ, મેળવ્યું જે જીવનમાં, કાયમ નથી હાથમાં એ તો રહેવાનું
જરૂરિયાતો ને જરૂરિયાતો રહે બદલાતી, કાબૂમાં ના રાખી એ તો શકાવાનું
અંધવિશ્વાસ મૂકીને તો જીવનમાં, નથી આગળ કાંઈ વધી શકાવાનું
છે પ્રભુ તો તારા, બનાવજે એને તું તારા, એમાં બધું તો આવી જવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)