રહ્યો છે સહન કરતો તું સીતમ, કરતો રહીશ તું ક્યાં સુધી
ઉઠાવ્યો નથી અવાજ તારો એની સામે, ઉઠાવીશ નહીં તું ક્યાં સુધી
રહ્યો છે દોરવાતો તું એનાથી, રહીશ દોરવાતો તું એનાથી ક્યાં સુધી
ચાલ્યું નથી એની સામે તો તારું, ચલાવતો રહીશ આમ તું ક્યાં સુધી
રૂંધી રહી છે પ્રગતિ એ તો તારી, રૂંધવા દઈશ એને આમ તું ક્યાં સુધી
રહ્યા છે છુપાઈ એ તો તુજમાં, શોધીશ નહીં એને તો તું ક્યાં સુધી
બન્યા છે હાલ બેહાલ એનાથી તો તારા, રહીશ બેહાલ આમ તું ક્યાં સુધી
જાણી લે તું એને, કરી લે દૂર તું એને, રહીશ અજાણ એનાથી તું ક્યાં સુધી
પીડે છે પોતાના બનીને, તને કરવા દૂર એને, રહીશ ચૂપ તો તું ક્યાં સુધી
મુક્તિની તો છે મંઝિલ તારી, રહીશ બંધાઈ જીવનમાં, એનાથી તું ક્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)