કલ્પના નથી થઈ શકતી રે મુજથી, પ્રભુ તું તો કેવો દેખાતો હશે
જોયાં ચિત્રો જીવનમાં અનેક તો તારાં, એમાંથી તો તું કેવો દેખાતો હશે
જોયા, અનુભવ્યા જીવનમાં તને તો જેણે, પાડ્યાં નથી ચિત્રો તો એણે
પાડ્યાં છે ચિત્રો જીવનમાં તારાં તો જેણે, જોયા નથી જીવનમાં તને તો એણે
સાંભળ્યું છે દીધાં છે દર્શન, જગતમાં જ્યાં તેં તો અનેકને
ભજ્યા તો જેણે ભાવથી તને જીવનમાં તો જે-જે રૂપે
સમજાતું નથી રે પ્રભુ, મળશો જીવનમાં તો મને કયા સ્વરૂપે
નથી અંતરમાં કોઈ અંતર મને તારાં સ્વરૂપોમાં, મળશો તમે મને કયા સ્વરૂપે
ઓળખી શકીશ હું તો કેમ તને રે, છે અનેક સ્વરૂપ તારાં, જો ના તું એને ઓળખાવશે
કલ્પના નથી થઈ શકતી મારાથી રે પ્રભુ, તું તો કેવો દેખાતો હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)