મુક્તિ કાજે પંખી આજ તરફડી ઊઠ્યું, કેદમાં તો એ મૂંઝાઈ ગયું
ફફડાવીને પાંખો, મુક્તિ ઝંખી રહ્યું, સોનાની કેદમાં એ અકળાઈ ગયું
ખાવું-પીવું તો રસહીન બન્યું, મુક્તિ કાજે જ્યાં તડપી ગયું
અનેક સળિયાની કેદમાં એ કેદ બન્યું, મુક્તિને તો એ ઝંખી રહ્યું
રહ્યું ગોતતું તો મોકો છૂટવા, મોકા વિના તો એ મજબૂર બન્યું
કર્યા યત્નો છૂટવા ઘણાય, કેદમાંથી બહાર ના એ નીકળી શક્યું
ફાંફાં માર્યા ઘણાં એણે, શક્તિમાં તો એ એમાં તૂટતું ગયું
ખોટા યત્નો જ્યાં કરતું રહ્યું, મુક્તિ કાજે ના સફળ એ થયું
શ્વાસ ના હજી હેઠો બેઠો, યત્નોની ધારા તો એ વહાવતું રહ્યું
ખોલ્યાં સદ્દગુરુએ આવી જ્યાં દ્વાર, સદ્દગુરુનાં ચરણોમાં જઈ એ બેઠું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)