જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે
રહે સહુ તણાતા ને તણાતા વિચારોમાં, જાણે ના કોઈ, ક્યાં અટકવાના છે
લેતા રહ્યા શ્વાસ સહુ તો જગમાં, જાણે ના કોઈ, પૂરા ક્યારે એ થવાના છે
મન વિનાનો માનવી નથી તો જગમાં, જાણે ના કોઈ, ઊંડાણ એનાં કેટલાં છે
મળતા રહે તો સહુ જગમાં, જાણે ના કોઈ કાલે કેટલાને મળવાના છે
રહે જનમતાં તો સંતાનો તો જગમાં, જાણે ના મા-બાપ એ કેવાં થવાનાં છે
ઊઠે સહુ જગમાં, લઈ કંઈક મનમાં મનસૂબા, જાણે ના પૂરા કેટલા તો થવાના છે
કરતાં રહ્યાં સહુ કર્મો તો જગમાં, જાણે ના કોઈ, ક્યાં એ લઈ જવાના છે
જાણે સહુ આવ્યા ને જવાના છે, જાણે ના ખુદ જગમાં તો કેટલું રહેવાના છે
ભાગ્યની સામે છે લડત તો સહુની, ના જાણે જીત એમાં કોની થવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)