કરતો ને કરતો રહ્યો છે, ફરિયાદ જગમાં તો જ્યાં તું
તારી ને તારી બિનઆવડતની ચાડી એ તો ખાય છે
અપનાવી નથી શક્યો, જ્યાં જગમાં અન્યને તો તું
તારા હૈયાની હાલત એ તો બતાવી જાય છે
કતરાતી નજરે જોઈ રહ્યો છે જ્યાં જગને તો તું
રહેલો તારા હૈયામાં ધિક્કાર, ત્યાં દેખાઈ આવે છે
કરતો રહ્યો છે શંકાના વિચારો જ્યાં તો તું
તારી વાણીમાં જલદી બહાર એ આવી જાય છે
પ્રેમથી હૈયામાં તો જ્યાં ડૂબતો રહ્યો છે તું
નજર તારી સદા એ તો બતાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)