રાખજો, રાખજો, રાખજો રે માડી, હૈયામાં તમારા, અમને તો રાખજો રે
કરતા રહ્યા છીએ ભૂલો જીવનમાં ઘણી, કરી માફ તો અમને રે – હૈયામાં…
રહ્યા સમજમાં કાચા, રહ્યા ઘૂમતા જગમાં, દઈ સમજ અમને સાચી રે – હૈયામાં…
રહી તણાઈ વૃત્તિમાં, રહ્યા કરતાં કર્મો, જીવનમાં સાચાં-ખોટાં રે – હૈયામાં…
રહેવાસ નથી જગમાં અમારો પાકો, ચરણનો વાસ તમારો છે સાચો રે – હૈયામાં…
જગના વ્યવહારો રાખે અમને સદા ચિંતામાં, કરી દૂર તો એને રે – હૈયામાં…
ચમકારા જગતના રાચી જાતા જીવનમાં, છવાઈ ઉદાસી, કરી દૂર તો એને રે – હૈયામાં…
દુઃખદર્દ રહે જીવનમાં આવતાં, જીરવવા, શક્તિ જીવનમાં અમને આપી છે રે – હૈયામાં…
જગજ્ઞાન છે વ્યવહાર કાજે, આપી તારું સાચું જ્ઞાન અમને રે – હૈયામાં…
છીએ બાળક અમે તો તારા, હૈયામાં તમારી સદા અમને રાખજો રે – હૈયામાં…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)