કોણે જગ તો છોડ્યું છે, સહુએ જગને છોડવું પડ્યું છે
આવ્યા એ તો ગયા જગમાંથી, કોણ એને અટકાવી શક્યું છે
ચાહના છે શાંતિની સહુના હૈયે, કોણ જગમાં એ તો પામી શક્યું છે
ઇચ્છા તો છે સહુના હૈયે ભરી, ઇચ્છા બધી કોની પૂરી થઈ છે
સાથ ચાહે છે જગમાં તો સહુ કોઈ, સદા સાથ કોને મળ્યો છે
અપનાવવા છે સહુએ સહુને તો જગમાં, કોણ સહુને અપનાવી શક્યું છે
ક્ષણિક વેરાગ્ય સહુને તો જાગે, કોણ વેરાગ્યમાં ટકી શક્યું છે
જાણે સહુ અવગુણો તો હાનિ કરે, કોણ જગમાં ત્યજી શક્યું છે
રમતા રહ્યા છે સહુ પ્રભુના હાથમાં, કોણ એને રમાડી શક્યું છે
આવ્યા છે પ્રભુ સહુની પાસે, કોણ એની પાસે પહોંચી શક્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)