મળ્યું ના કાંઈ તો તને, બાટશે ના જરાય, એમાંથી તો તું
વેરઝેર જીવનમાં છોડી દેજે રે તું, વેરઝેર ભૂલી જાજે રે તું
દયા જાશે ત્યાં તો સુકાઈ, જાશે દિશાઓ તારી તો બંધાઈ - વેર...
રહેશે ને રાખીશ જીવનમાં તો સહુને, તું તુજથી તો દૂર ને દૂર - વેર...
પડશે ક્યારેક ને ક્યારેક, કામ જીવનમાં જ્યાં તો સહુનું - વેર...
છૂટશે સાથ તો જીવનમાં સહુના, પડી જઈશ એકલો ને એકલો તું - વેર...
ધૂંધવાતો રહેશે, અગ્નિ એનો જ્યાં હૈયે, અપનાવી ના શકીશ અન્યને તું - વેર...
પ્રગતિમાં નાખશે એ તો બાધા, કરી ના શકીશ સ્થિર, મનને તું - વેર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)