તારી વૃત્તિઓને તો તું સંભાળ, પસ્તાવાની પાળી ના લાવે આજ
દઈશ કરવા જો એને તુજપર તું રાજ, જાશે ઘસડી તને ક્યાંય ને ક્યાંય
કરી પોષણ એનું, કરતો ના તાજીમાજી, જીવનમાં એને જરાય
રહેશે ના જો એ કાબૂમાં તારા, પડશે પસ્તાવું તો સદાય
જન્મી એ તો તુજમાં, બનશે વેરી ક્યારે તારી, નહિ એ સમજાય
જોર છે એનું તો એવું જીવનમાં, ભીંસતું ને ભીંસતું જાય
હોય જો એક, પહોંચી શકીશ, છે આ તો ગણી ના ગણાય
કર વિચાર મનમાં જરા, થાશે હાલત કેવી, ખેંચશે બધી સાથ
ભૂલી એને, જોડ ચિત્ત પ્રભુમાં તારું, છે સહેલો આ તો ઉપાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)