છે મારા જીવનમાં રે મારી સંયમની પાળ તો જ્યાં નબળી
જીવનમાં રે, જીવનમાં રે, ત્યારે, ત્યાં તો શું થાય
થોડા ધક્કાથી પણ જ્યાં, એ તો તૂટી જાય - ત્યાં...
ત્યાં લોભ લાલચમાં તો જ્યાં એ નરમ બની જાય - ત્યાં...
માની ભલે મેં એને મજબૂત, ટક્કર તોફાનની ના ઝીલી શકાય - ત્યાં...
હાંકી બડાશ જીવનમાં એણે ઘણી, મુસીબતમાં પોલ પકડાઈ જાય - ત્યાં...
વારેઘડીએ તૂટતી ને ખેંચાતી એની દોર, કેમ કરી સચવાય - ત્યાં...
તપ વિનાનો સંયમ તો, ખાલી ખોખું જીવનમાં બની જાય - ત્યાં...
સંયમ વિનાનું જીવન તો ચારે બાજુથી, ખેંચાતું ને ખેંચાતું જાય - ત્યાં...
જ્યાં હૈયે વિકારોના ભાવ જાગતા જાય, સંયમ ત્યાં તૂટતા જાય - ત્યાં...
તૂટયા દોર સંયમના એકવાર, એને સાંધવા ત્યાં મુશ્કેલ બની જાય - ત્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)