છે જગમાં તો જ્યાં, બધું હરિને હાથ, બધું હરિને હાથ
હરિને ભજ તું, હરિને ભજ તું, રહેશે હરિ તો તારી સાથ
નથી કોઈ નાથ જગમાં તો તારો, છે હરિ તો જગના નાથ
નથી જોઈ શક્યો તું એને, રહે છે તોય સદા એ તારી સાથ
કરી જ્યાં ભૂલો, ખાધો માર જીવનમાં, છે અદૃશ્ય હરિના હાથ
ભજતા-ભજતા હરિને જીવનમાં, બનજે તો તું તારો હાથ
માગી-માગી મળશે જીવનમાં, ના માનવીનો તો પૂરો સાથ
છોડી બધું ભાગ્ય પર જીવનમાં, બેસતો ના રાખી માથે હાથ
રહી-રહી બનીશ દાસ જો તું વૃત્તિનો, બનીશ ક્યાંથી એનો તું નાથ
કયા હાથે કરશે કાર્ય પ્રભુ તારું, છે માનવના હાથ તો એના હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)