થોડી-થોડી જીવનમાં, બધી જરૂર છે, શ્રદ્ધાની જીવનમાં તો, પૂરી જરૂર છે
જીવનમાં તો શક્તિની જરૂર છે, સંયમની જીવનમાં તો, પૂરી જરૂર છે
સર્વ કાંઈ જીવનમાં સમજવાની જરૂર છે, વિવેકની જીવનમાં તો, પૂરી જરૂર છે
શાસ્ત્રો ને સત્સંગની જીવનમાં જરૂર છે, આચરણની જીવનમાં તો, પૂરી જરૂર છે
તર્ક-વિતર્કની જીવનમાં જરૂર છે, હલાવી ના જાય હૈયું, જોવું એ જરૂર છે
લાગણીની જીવનમાં તો જરૂર છે, ખેંચી ના જાય તમને, જોવું એ જરૂર છે
જ્ઞાનની જીવનમાં તો જરૂર છે, કરે ના ઊભી મનમાં શંકા, જોવું એ જરૂર છે
જીવનમાં ગતિની તો જરૂર છે, સ્થિર રહેવું એમાં, પૂરી એની જરૂર છે
વ્યવહારની જીવનમાં તો જરૂર છે, ખૂંપી જવું તો એમાં, ના એની જરૂર છે
જીવનમાં પ્રભુની તો જરૂર છે, તારી મુક્તિની તો પૂરી જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)