રોક્વા ના રોકાય, આવે કે જાગે, પૂરો જો જીવનમાં કે જગમાં
વિનાશ એ તો સર્જી રે જાશે (2)
માનવ સર્જિત કે કુદરત પ્રેરિત, રોક્યા ના જ્યાં આવતા રે એને – વિનાશ…
જળ હોય કે જ્વાળા, વાયુ હોય કે વીજળી, ના રોક્યા એને જો જાગતા – વિનાશ…
આચર્ચુ પૂર જ્યાં ક્રોધનું, રોક્યું ના એને જાગતા, સારાસાર, જાશે એ ભુલાવી – વિનાશ…
લોભ હોય કે લાલચ, રોક્યા ના જાગતા, જાશે ક્યાં ને ક્યાંય એ તાણી – વિનાશ…
જાગ્યું પૂર વેરનું જ્યાં હૈયે, અટકાવ્યું ના જો, એને રે જાગતા – વિનાશ…
લાગણીનાં પૂરને, સમયસર ના રોક્યાં, ક્યાં ને ક્યાં, જાશે એ તો તાણી – વિનાશ…
ઠંડીના હોય કે હોય તાપતા જગમાં, જો ના એ તો અટક્યા – વિનાશ…
વિચારો ને સુખદુઃખનાં પૂર જીવનમાં, જો ના એને અટકાવી શક્યા – વિનાશ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)