છે જગમાં જગને, તમે બધું તો દેનાર - રે પ્રભુ
ઝોળી અમારી તારી પાસે અમે તો ફેલાવી છે
છો તમે ગુણસાગર ને ગુણવાન, દેજો અમને ગુણોનાં તો દાન - રે પ્રભુ
છો તમે કરુણાસાગર તો ભગવાન, દેજો અમને કરુણાતણાં દાન - રે પ્રભુ
છો તમે જ્ઞાનસાગર, છીએ અમે મૂઢ અજ્ઞાન, દેજો અમને જ્ઞાનતણાં દાન - રે પ્રભુ
છો તમે દયાસાગર ને દયાના અવતાર, દેજો અમને દયાતણાં તો દાન - રે પ્રભુ
છો તમે શક્તિતણા અવતાર, છીએ અમે નિર્બળ સદાય, દેજો શક્તિનાં દાન - રે પ્રભુ
છો તમે પ્રેમસાગર સદાય, નવરાવો પ્રેમે સદાય, દેજો પ્રેમતણાં દાન - રે પ્રભુ
છો તમે બુદ્ધિના સાગર મહાન, દેજો અમને નિર્મળ બુદ્ધિનાં તો દાન - રે પ્રભુ
છો તમે પ્રકાશપુંજ મહાન, પાથરો હૈયે પ્રકાશ અમારા, દેજો પ્રકાશતણાં દાન - રે પ્રભુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)