મારે કાંઈ નથી જોઈતું, રે પ્રભુ, મારે કાંઈ નથી જોઈતું
પૂછો જો તમે મને, જોઈએ છે શું તને, કહેવું છે મારે તો તને - રે પ્રભુ...
દીધું છે જગમાં તેં તો સહુને, દીધું છે તેં તો મને, કહેવું છે મારે તો તને - રે પ્રભુ...
રાખવો છે સંતોષ હૈયે, તોડશો ના પ્રભુ એને, કહેવું છે મારે તો તને - રે પ્રભુ...
પડ્યું છે અંતર મારે ને તને, માગી નથી વધારવું તો એને - રે પ્રભુ...
છું અંશ તારો, દીધી છે શક્તિ તેં તો મને, માંગવું પડે હવે મારે તો શાને - રે પ્રભુ...
તુજ શક્તિથી જુએ છે તું તો મને, એજ શક્તિથી જોવા છે મારે તને - રે પ્રભુ...
નથી કાંઈ શરીર તો તને, છે પાસે આજે શરીર તો મને - રે પ્રભુ...
દીધું છે જીવન તેં તો મને, લેવો પડે હવે દેહ બીજો તો શાને - રે પ્રભુ...
થયા જ્યાં એક, આપણે તો બંને, રહેશે ના ત્યાં કાંઈ તને કે મને - રે પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)