રાત ભી તો કંઈ દઈ ગઈ, દિન ભી તો કંઈ દઈ ગયું
જીવનને જીવનમાં, જગત કાંઈ ને કાંઈ તો દેતું રહ્યું (2)
આવકાર્યું કંઈકને તો જીવનમાં, કંઈકને તો ના સ્વીકાર્યું - જીવનને...
રહ્યું જીવન જગતમાં જ્યાં સુધી, જગત કંઈ ને કંઈ દેતું રહ્યું - જીવનને...
ક્ષણે-ક્ષણે, પળે-પળે, જીવનને, જગત શ્વાસ ને સમય દેતું રહ્યું - જીવનને...
અટકી ના આ ક્રિયા તો જગતમાં, જીવન ભલે જગતમાં અટકી ગયું - જીવનને...
નદી-સરોવરે તો જળ દીધું, ઝાડપાને ફળ-ફૂલ ને છાંયડો તો દીધું - જીવનને...
કરી ઉપભોગ તો જીવનમાં, માનવમન સંતુષ્ટ તોય ના રહ્યું - જીવનને...
જીવન જીવ્યા, જીવન વીત્યું, જાણવું જગતમાં જીવનને અધૂરું રહ્યું - જીવનને...
રહ્યા ઘેરાતા સહુ સુખદુઃખમાં, જીવન એમ તો વીતતુ રહ્યું - જીવનને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)