હે મંગલમય માતા, મુજ હૈયે, મંગલ ભાવો ભરી દેજો
જાગે ઘર્ષણ હૈયે તો જ્યારે-જ્યારે, ઘા એના ત્યારે રૂઝવી દેજો - હે...
જીવનપથ પર રહ્યો છું ચાલતો, ના થાક એનો તો ચડવા દેજો - હે...
જાગે શંકાઓ હૈયે તો જ્યારે, નિવારણ એનું ત્યારે કરી દેજો - હે...
જાગે વેરજ્વાળા હૈયે કોઈ કારણે, તારી કરુણાથી એને બુઝાવી દેજો - હે...
મારું-તારુંમાં સદા હું રાચ્યો, મુજ હૈયેથી મારું-તારું મિટાવી દેજો - હે...
સ્વરૂપે-સ્વરૂપે રહી છે તું વ્યાપી, દર્શન તારા એમાં મને કરવા દેજો - હે...
આવે આફતો જીવનમાં જ્યારે, કરવા સામનો, શક્તિ મુજમાં ભરી દેજો - હે...
છે તું તો નિત્ય સુખની દાતા, મુજ જીવન સુખમય તો બનાવી દેજો - હે...
છે સદા તું તો જાગૃત, રાખી નજર મુજ પર, સદમય બનાવી દેજો - હે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)