કેમ તને સમજાવું રે મનવા, કેમ તને સમજાવું
ખાવી ડૂબકી આનંદસાગરમાં ભૂલી, કાદવમાં કેમ તું રાચ્યું - કેમ...
આનંદસ્વરૂપ ભૂલીને તારું, મોહ-માયામાં કેમ તું મહાલ્યું - કેમ...
કર્તવ્ય-કર્મો ભૂલીને જગમાં, આળસ નિદ્રામાં કેમ રાચ્યું - કેમ...
નથી જગમાં કોઈ તો તારું, ભૂલી, લોભ-લાલચે કેમ ગૂંથાયું - કેમ...
શોધી સુખને બહાર ને બહાર, સ્વસુખમાં ના કેમ રાચ્યું - કેમ...
શરીર હતું ના તારું, રહેશે ના એ તારું, કેમ તારું એને તેં માન્યું - કેમ...
રહ્યો છે સુખદુઃખનો સાક્ષી તો તું, કેમ કર્તા તને તેં માન્યું - કેમ...
છે અવિનાશીનો અંશ તું, કેમ વિનાશી પાછળ તું દોડ્યું - કેમ...
પ્રભુ તો છે જ્યાં તારી પાસે ને પાસે, કેમ ના ત્યાં તું પહોંચ્યું - કેમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)