સીધો-સીધો રે આત્મા, ગયો છે આજે તો ગૂંચવાઈ
વિકારો ને ઇચ્છાઓનાં બંધનોમાં, ગયો છે આજે બંધાઈ
માનવતન મેળવી, ખૂબ આશાઓ રાખી ને રખાઈ
જીવન જીવ્યા એવું, ગઈ આશાઓ બધી તો ધોવાઈ
જગમાં હાલત જીવનની તો, કફોડી કરી ને કરાઈ
જાગ્યું સુખદુઃખ તો જીવનમાં, અસર એની તો ના ભુલાઈ
નિષ્ક્રિયતાની શાન ભૂલીને, વીસરી ગયો ખુદથી તો ખુદાઈ
ઇચ્છાઓ કરવા કર્મો પરિપૂર્ણ, ગયો જીવનમાં એમાં તો મૂંઝાઈ
કરતા રહી કર્મો, કરતા-કરતા, રહ્યો સદા એનાથી તો બંધાઈ
અલિપ્તતાની સમજ ન જાગી કે રહી, રહી મુક્તિ ત્યાં ઠેલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)