રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા
લીધા શ્વાસો તો જીવનમાં એટલા, જીવનમાં હતા તો જેટલા લખાયા
હતો સમય તો જે હાથમાં, કરી કર્મો તો સારાં, કર્યાં એટલાં એને તો તારા
ઊછળ્યા હૈયે તો અનેક ઉછાળા, રહ્યા જગમાં એમાં ને એમાં તો તણાતા
મૂકી હાથ તો હેઠા, રહ્યા જીવનમાં, કર્મો ને વાસનાઓમાં તો તણાતા
કર્યા યાદ જીવનમાં, કર્યા ઉપકાર તો જે, ઉપકાર પ્રભુના તો વીસરાયા
દેહ અને જગતને માનીને સાચા, માનવા સાચાને જીવનમાં મનાવ્યા
કદી ના રહી શકશે દેહ તારો તો તારો, બનશે જગમાં બીજા ક્યાંથી તારા
રહ્યો છે ભોગવી તું તો કર્મો, કર્યાં તેં ને જીવનમાં તો જે લખાયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)