ભરી પાપનો ભાર હૈયે, થાશે ના જો તું ખાલી, હળવો બનશે તો તું ક્યાંથી
લઈ ચિંતાનો ભાર તો મનમાં, છોડશે ના જો તું એને, હળવો બનશે તો તું ક્યાંથી
લઈ ખોટા વિચારોનો ભાર, ના થઈશ મુક્ત એમાંથી, હળવો બનશે તો તું ક્યાંથી
જગાવી ગેરસમજ ઝાઝી, દઈ શકીશ ના જો હટાવી, હળવો બનશે તો તું ક્યાંથી
બાંધી વેરના ભારા ભારી, હટાવશે ના વેર હૈયેથી, હળવો બનશે તો તું ક્યાંથી
ઈર્ષ્યામાં જલી ને જલાવી, શકીશ ના એને શમાવી, હળવો બનશે તો તું ક્યાંથી
કામવાસના હૈયે સળગાવી, દઈ શકીશ ના એ હટાવી, હળવો બનશે તો તું ક્યાંથી
ઇચ્છાઓ રહીશ સદા જગાવી, દેશે ના એને શમાવી, હળવો બનશે તો તું ક્યાંથી
હૈયે અલગતા રાખી, ના અન્યને શકીશ અપનાવી, હળવો બનશે તો તું ક્યાંથી
પ્રભુચરણે દઈ બધું ધરી, બની હળવો, લે મજા હળવા બનવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)