છું અબુધ અલ્પ એવો આત્મા, આવ્યો છું ભવસાગરે
મળી છે તનરૂપી તો હોડી, આ ભવસાગર તો તરવાને
મળ્યાં છે હૈયાને બુદ્ધિરૂપી હલેસાં, નાવને લાવવા કિનારે
બનાવી શ્રદ્ધાને ભાવ તણી સઢો, હંકારવી છે આ નાવને
ઊઠશે અહં, લોભ ને મોહતણાં તોફાનો, પડશે હાંકવી બચાવીને
મળશે નાનાં-મોટાં કંઈક ખડકો, પડશે ચલાવવી તારવીને
રાખવી પડશે તરતી એને, ભરી અતૂટ હૈયાના વિશ્વાસે
આવશે નાનાં-મોટાં મોજાં, પડશે ચલાવવી તો સાચવીને
નથી યાદ પૂર્વના અનુભવો, ચલાવવી તો એને પડશે
પ્રભુ સાથ તારો સદા રે દેજે, રહ્યો છું સદા તારા વિશ્વાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)