દેહ ધરી આવ્યો તું જગમાં, ધરતો આવ્યો તું જનમ-જનમથી
ચક્કર તારું ના આ તો અટક્યું, ધરતો રહ્યો તું ફરી-ફરી
માયા રહે સદા તને ભરમાવી, આવી ન કાંઈ એમાં બદલી
સમય રહ્યો સદા આમ તો વીતતો, રહ્યો સદા એ તો વેડફી
માયા તારું મનડું ભરમાવે, રહ્યો ભમતો એમાં તો હસી-હસી
અકળાઈ ઊઠ્યો જ્યાં તું એમાં, ગઈ ચીસ ત્યાં તો નીકળી
ભૂલી ગયો ધ્યેય તો તારું, હાથમાં કાંઈ તો ના આવ્યું
રમત આવાગમનની ચાલુ રહી, ના કાંઈ એ તો અટકી
મોજ પડી શું આમાં રે તને, વારંવાર તો દેહ ધરી
કર ચક્કર હવે તો પૂરું, આ જનમ તો સાર્થક કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)