ઊંડે-ઊંડે અંતરમાં તો (2) કોઈ તો કહી જાય છે
તું માન ન માન (2) હર વખતે, સંભાળ એ તો રાખે છે
મૂંઝાય જ્યારે ઘણો રે, કિરણ આશાનું એ આપી જાય છે
સાથ છૂટે સહુનો રે જ્યારે, સાથ એ તો આપી જાય છે
ગર્ભવાસની દીવાલમાં રક્ષા રે કરી, રક્ષા એ કરતો જાય છે
ખોટું કરતાં પહેલાં રે એ તો, સૂર ચેતવણીના દઈ જાય છે
વહાલું કે વેરી નથી કોઈ એને, તોય વહાલ એ વરસાવી જાય છે
જાય તું જ્યાં-જ્યાં, સાથે ને સાથે, એ તો આવી જાય છે
નથી કાંઈ જગમાં તું એકલો, યાદ એની એ તો આપી જાય છે
યત્નો કરાવી તારી રે પાસે, ફળ એનું એ તો આપી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)