ભલે પાપ મારાં જાગે રે, ભલે પુણ્ય મારાં તો જાગે
અરે ઓ આતમરામ મારા રે, જાગ્રત સદાય તું તો રહેજે
કદી લોભે હું તો તણાઉં, કદી લાલસાથી તો ખેંચાઉં
દુઃખમાં તો જોજે, ના હું અકળાઉં, સુખમાં તો જોજે, ના હું છલકાઉં
સ્વર્ગ ના હું તો ચાહું, કર્મથી જોજે ના કદી હું ભાગું
માયાથી જોજે ના હું બંધાઉં, જોજે પ્રભુની પ્રીતમાં સદા બંધાઉં
પ્રભુ વિશ્વાસે સદા હું ચાલુ, વૃત્તિના નાચમાં ના ખેંચાઉં
શંકાથી મુક્ત સદા હું થાઉં, પ્રેમભક્તિમાં લીન બની જાઉં
પ્રભુમય સદા બની જાઉં, પ્રભુને સર્વમાં સદા નિહાળું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)