અરે અટકી-અટકી જાય, ગાડી રે મારી, ગાડી અટકી જાય
સમજાતું નથી કારણ એનું, ક્યારે ને કેમ અટકી જાય
સીધે પાટે ચાલતી ગાડી મારી, પાટેથી ક્યારે ઊતરી જાય
કોઈ કહે પુણ્ય રે ખૂટ્યું, કોઈ કહે પાપનો ભાર વધી જાય
સીધી ચાલતી ગાડી રે મારી, ક્યારે આંચકો ખાતી જાય
કદી ખીણમાં એ ઊતરે, કદી સીધી-સીધી ઉપર ચડતી જાય
કદી બગડે એક કારણસર, કારણો તો એનાં બદલાતાં જાય
કદી દોડે એ પૂરપાટ, કદી ધીમી, કદી આંચકા ખાતી જાય
છે ગાડી આ એવી વિચિત્ર, કદી પાછળ એ હટતી જાય
પહોંચાડશે ક્યારે એ તો સ્થાને, ના એ તો સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)