રહ્યો છું પીડાતો તકલીફોથી માડી, નજર તારી શું ના પડી
ના બેસતી જગના ધ્યાનમાં, લેજે ધ્યાનમાં આ વાત જરી
ઘેરાયો છું આફતોથી ઘણી, નજર માડી તારી શું ના પડી
શસ્ત્રો રહી છે સદા તું તો ધરી, ના દેતી હવે આજે તું છોડી
રચી છે આ સૃષ્ટિ તેં તો માડી, જગ સંકલ્પ તો કરી
કરજે સંકલ્પમાં બદલી થોડી, આ બાળક કાજે તો જરી
રચ્યું છે બધું તેં સુંદર, કરે છે બધું સુંદર તું હરઘડી
દયા કરજે આજે તો એવી, કરજે આ બાળની આશ પૂરી
શું કર્મો આવ્યાં છે આડાં રે માડી, મુશ્કેલી એમાં રે પડી
હૈયે છે આશા મુજને, દેજો મુજ કર્મોને તો બાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)