દેખાય તો છે જગમાં તો સહુને, કોઈ જગમાં તોયે એ જોતું નથી
મળતાંને મળતાં રહે સહુ જગમાં, જોવે એકબીજાને, અંતરમાં કોઈ કોઈ ના ઊતરતું નથી
અંતરમાં ઊતર્યા વિના, કરે વ્યવહાર સહુ તો જગમાં, છેતરાયા વિના એમાં રહેતા નથી
અંતરમાં ઊતર્યા વિના ઊંડા, અન્યને જોયા કે જાણવાના દાવા તો કરવાના નથી
અંતરને છૂપુંને છૂપું જીવનમાં, ઝાઝું જગમાં કોઈ જલદી રાખી શકવાના નથી
કદી ઉપસશે મુખ ઉપર છાપ સાચી અંતરની, માનવ ઢાંકવા વિના રહેવાના નથી
ગૂંચવાયેલો છે માનવ એવોને એટલો, અંતર સુધી પહોંચવાની તો જ્યાં ફુરસદ નથી
અંતર સુધી પ્હોંચ્યા વિના કોઈનો કચાશ કાઢવો, જગમાં એ તો શક્ય નથી
અન્યને સમજ્યા ના સમજ્યા, બૂમો ઊભી એમાં થયા વિના તો રહેવાની નથી
તટસ્થતાની આવશ્યક્તા છે એમાં ઝાઝી, એના વિના સાચું જોઈ શકવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)