ધીરે ધીરે રહી છે તૂટતી કંઈક સીમાઓ, તૂટશે જીવનમાં કઈ અને ક્યારે
ના એ હું કહી શકું, ના એ હું જાણું, ના એ હું કહી શકું
કરી કોશિશો રાખવા અકબંધ એને, રાખી શકીશ અકબંધ ક્યાં સુધી એને
હતી સીમાઓથી અંકિત છાપ જીવનની મારી, જાળવી શકીશ ક્યાં સુધી એને
એક પછી એક જો સીમાઓ જાશે જો તૂટી, જીવનનું એમાં તો શું થાશે
ભૂલોને ભૂલો રહી છે સીમા વટાવતી એની, અટકાવી શકીશ કેટલી હું એને
તૂટતીને તૂટતી ગઈ સીમાઓ ધારણાની, ગયું બનતું ધારણાની બહાર જ્યારે
તોડવા ચાહું છું કંઈક સીમાઓ ઘણી ઘણી, તોડી શકીશ કેટલી તો હું એ
મનની સીમાઓ ના હું પામી શકયો, પકડી શકીશ સીમાઓ ક્યારે એની એ
કંઈક સીમાઓ રહી મૂંઝવતી મને, થઈશ મોકળો ક્યારે એમાંથી હું એ
કંઈક ચીજો તો શોભે સીમાથી, તૂટે જ્યાં એની સીમાઓ, થાશે એમાં શું એ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)